ભારત સહિત દુનિયાભરમાં સોશિયલ નેટવર્કિગ સાઇટસની ધુમ મચેલી છે.ઇન્ટરનેટ કનેકશનની બાબતે ભારત હજી પણ પાછળ છે, અહીંયા મોબાઇલનો ઉપયોગ કરનારાઓની સંખ્યા બમણી કરતાં પણ વધારે છે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા લગભગ 200 મિલિયન છે, જ્યારે મોબાઇલ ફોન 900 મિલિયન લોકોની પાસે છે. આથી આ ટેકનોલોજી ખુબ જ સફળ સાબિત થઇ શકે છે. અંગ્રેજી અખબાર ધ ઇન્ડીયન એક્સપ્રેસ નાં જણાવ્યા અનુસાર મોબાઇલ એપ્લીકેશન સંચાલન ધરાવતી કંપની 'U2opia' ગુડગાંવમાં પોતાનું કામ શરૂ કર્યા પછી હવે 30થી વધુ દેશોમાં આ ટેકનોલોજી ફેલાઇ ચુકી છે.જેમાં સિગ્નલિંગ ટેકનીકની મદદથી ઓફલાઇન પણ ઇન્ટરનેટ સહજતાથી વાપરી શકાશે, જેને 'USSD' કહેવામાં આવે છે.આ બેઝીક અને ફિચર, બંને તરફથી ફોન પર કામ કરે છે. અત્યંત રસપ્રદ બાબત એ છે કે આખરે USSD ટેકનીક કેવી રીતે કામ કરે છે. હકીકતમાં આ એક સર્વિસની જેમ છે, જેમાં કોઇ મોબાઇલ પ્રિપેડ યુઝર પોતાનું બેલેન્સ જાણવાં માટે એક ખાસ નંબર ડાયલ કરે છે અને તુરંત જ તેને જાણકારી મળે છે. USSD પણ આ જ રીતે કામ કરે છે.કંપનીએ વર્ષ 2010માં આ વિષય પર કામ કરવાનું શરૂ કર્યુ. આનાં એક વર્ષ પછી કંપનીએ એરટેલની સાથે સંલગ્ન થઇ ફેસબુક એકસેસની સુવિધા પુરી પાડી. કંપનીનાં CEO સુમેશ મેનનએ જણાવ્યું છે કે દરેક વ્યક્તિ પાસે ઇન્ટરનેટની સુવિધા નથી હોતી. આ પરિસ્થિતીમાં એક એવુ ઉન્નત પ્લેટફોર્મ બનાવવામાં આવે, જેનાથી લોકો ડેટા કનેકશન વગર પોતાનાં ફોનથી જ સીધો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.આ ઉન્નત પ્લેટફોર્મને 'Fonetwish' નામ આપવામાં આવ્યું છે. કંપનીએ ઓફલાઇન એકસેસ માટે ફેસબુક અને ટિવટરની સાથે ભાગીદારી પણ કરી દીધી છે.જો કે તેવું માનવામાં આવે છે કે નજીકનાં ભવિષ્યમાં આ ટેકનીક ધુમ મચાવશે. |
આજે મિલનની સંગાથે
કમ્પ્યુટર તથા મનોરંજન થી ભરેલો આપના માટે ઉપયોગી બ્લોગ.
Saturday, April 26, 2014
મોબાઇલ ધારકો આનંદો : હવે વિના ઇન્ટરનેટ કનેકશન પણ વાપરી શકાશે ફેસબુક અને ટ્વિટર
Subscribe to:
Comments (Atom)